અહીં તે દુ:ખ નો અધ્યાય પણ વંચાય છે શું?

15095580_1129372667131954_1241733685856554534_n

તમારી વાતથી આ માણસો ભરમાય છે શું?
કરીને પ્રેમ પાછા એ બધા સંતાય છે શું?

અહીં સાથે રહેવાના કરે છે કોલ પ્રેમી,
કહો તો ઝીંદગી આખી કદી સચવાય છે શું?

કહે છે મહફિલો લાગે સુની સાકી વગરની,
અહીં કોઈ શરાબી પણ હવે મુંઝાય છે શું?

હજી બાકી રહ્યા છે કોડ પૂરા કોણ કરશે,
અહીં અજવાળુ પરદાથી કહો ઢંકાય છે શું?

લખું છું દર્દ તો લોકો કરે છે વાહ વાહી,
અહીં તે દુ:ખ નો અધ્યાય પણ વંચાય છે શું?

નીશીત જોશી

Advertisements

હાથ ખાલી હતા સિકંદરના

14479770_1077283275674227_4069449090366758242_n

ગાલગાગા-લગાલગા-ગાગા
દુશ્મની કેટલી કરે છે જો,
મિત્રતા કેટલી ટકે છે જો,રોજ સુંદર સવાર આવે છે,
રાત રોજે નવી પડે છે જો,

દેહ ભૂખ્યા રહે અહી લોકો
કોણ પ્રેમી ખરા બને છે જો,

ઝીંદગીની કદર હવે કોને છે,
કોઈને ક્યાં મરણ ગમે છે જો,

હાથ ખાલી હતા સિકંદરના,
ક્યાં કશુ હાથમાં રહે છે જો .

નીશીત જોશી

દિવસ આવશે જરૂર

Radhe

લાગલાલા લાગલાલા ગલાગલા

રાત જાશે ને, દિવસ આવશે જરૂર,
દુ:ખ લૈ ને, સુખ પછી લાવશે જરૂર,

કોણ કોના મારફત, સોપાન બાંધશે,
સાથ એ ભગવાન પણ, આપશે જરૂર,

કેમ લાગે રાત, અંધારપટ હવે,
દીપ કોઈ પ્રગટાવી, જશે જરૂર,

લાગશે હેરાન થૈ જાશું, એમ તો,
આવશે એ, સારું ત્યાં લાગશે જરૂર,

જોજનો છો’ દૂર લાગે, પરંતુ છે,
રાખજો વિશ્વાસ, એ આવશે જરૂર.

નિશીથ જોશી 23.08.16

મનાવું છું તને, પણ વાર લાગે છે

13903190_1030039913731897_4773476905674133044_n

લગાગાગા લગાગાગા લગાગાગા

મનાવું છું તને, પણ વાર લાગે છે,
ન માને તું અગર, તો હાર લાગે છે,

મહોબતના તને, પરમાણ શું આપું ?
હવે શૈયાય જાણે, ખાર લાગે છે,

અરે, આ મૌનની ભાષા, નિરાલી હોં!
વગર બોલ્યે નજર, ધારધાર લાગે છે,

હૃદયમાં, પ્રેમની મીઠાસ જો રાખો,
મીઠો સંસારનો, કંસાર લાગે છે,

દિલાસા આપનારાં, લાખ મળશે,
ખરેખર કાપતી, તલવાર લાગે છે,

પ્રથા છે એમની, તોડી કસમ ચાલ્યાં,
અહમ પણ એમનો, હદ પાર લાગે છે,

ધરો ઇલ્ઝામ અમને, બેવફાઈનો,
તમારી ખીજનો, અણસાર લાગે છે,

થઈ છે હાશ દિલમાં, એ ગયા માની,
ઉનાળા છે છતાં, પણ ઠાર લાગે છે .

નીશીત જોશી   31.07.16

કાઢશો શીશા એ દિલનો, વારો હવે ?

13432383_1005020846233804_1410748719073553213_n

કેમ કહવો, ઝખ્મને સારો હવે,
બે કદમ તું આપ, સથવારો હવે,

વીજ ઝબકે, તો સારા શુકન છે,
જામશે સાચે જ, વરસારો હવે,

જે અબુધ થઈને જ, હંકારે હોડી,
તેમની ડુબાડે નાવ, કિનારો હવે,

એમ લાગ્યું હજુ, ક્યાં ભૂલ્યા છે ?
એકધારું પ્રેમથી, પુકારો હવે,

જેમ તોડયો કાંચ, એવું થાય નહિ, કે,
કાઢશો શીશા એ દિલનો, વારો હવે ?

નીશીત જોશી

ગઝલ મારી અને રજુઆત પણ મારી હતી

13245438_985255984876957_4714878667933604819_n

ગઝલ મારી અને રજુઆત પણ મારી હતી,
દરેકે શબ્દો માં મેં તારી વાતને ઢાળી હતી,

રમત સમજાઈ નહોતી છતાં, રમવી ગમી હતી,
ને તારી ખુશીઓ ને ખાતર, જાણીને હારી હતી,

જ્યાં જ્યાં નિહાળી મેં તને, ઝિંદગીમાં મારી,
દરવાજા હતા બીડેલા, ને બંધ એ બારી હતી,

દરિયો કેમ થયો ખારો? એ વાત સમજાઈ હવે,
ગાલો પર જે રેલાતી’તી, અશ્રુધાર ખારી હતી,

હવે તું પણ આવે છે શહેરમાં, મુસાફર બની,
સ્મરણ હશે જ તને, તું તો ક્યારની મારી હતી.

નીશીત જોશી   17.05.16

લહેરો કાપશે, આવી કિનારાને

13095839_974708952598327_6079268640634121912_n

લગાગાગા લગાગાગા લગાગાગા લગા

સવાલો પૂછશે, ઉત્તર બધા દેવાય નહિ,
અજાણ્યા સમક્ષ, એમજ તો હૃદય ખોલાય નહિ,

ભલેને સંઘરી રાખ્યા દરદ, દિલમાં છતાં,
અજાણ્યાની કનેથી, કાઈ મલમ મંગાય નહિ,

હશે મૌજુદ દુશ્મન, દોસ્તોની ભીડમાં,
બધા પર, આંધળો વિશ્વાસ પણ તો થાય નહિ,

ડહાપણ ડહોળવા આવે ઘણાં, પણ યાદ રે,
નકારો નહિ છતાં, બવ ભાર પણ લેવાય નહિ,

લહેરો કાપશે, આવી કિનારાને છતાં,
વળે દરિયા તરફ, તે ક્યાય પણ ફંટાય નહિ .

નીશીત જોશી   27.04.16