સવાર તમારી…. દિન તમારો…. રાત તમારી….

Zcu2dt5

સવાર તમારી…. દિન તમારો…. રાત તમારી….

પણ તમે મારા….

કળી તમારી…. ફુલો તમારા….. સુગંધ તમારી….

પણ બાગ મારા….

મહેફીલ તમારી…. પરવાના તમારા…. શમા તમારી….

પણ કાવ્ય મારા….

મુશ્કાન તમારી…. પ્રેમ તમારો…. ખુશી તમારી……

પણ હ્રદયમા તમે મારા….

‘નીશીત જોશી’

Advertisements

બગડે છે શુ

a (206)

કહ્યુ પ્રભુને બગડે છે શુ મારુ બગડેલુ સુધારવામા,

મઝા શુ આવે છે તને મને રસ્તે રઝડાવવામા,

તે બોલ્યા શા માટે પડ્યો પાછળ મારી તુ રોજ રહે,

મેં કહ્યુ તારા જેવા બીજા કોઇ પણ દેખાડો દુનીયામા,

તે બોલ્યા એમ તો  છે હજારો કોનીકોની પરવાહ કરુ,

મેં કહ્યુ સાફ જ કહોને નથી રહ્યુ હવે કંઇ ખજાનામા,

તે બોલ્યા હોશમા બોલ નહી તો હુ રીસાય જઈશ,

મેં કહ્યુ છો જ માહીર તરતજ રીસાય જવામા,

નથી કોઇ સાધના કરી તે બોલ્યા તો મેં કહ્યુ,

સાભળ્યુ છે રિઝી જાવ છો ફક્ત આંશુ વહાવવામા,

તે બોલ્યા મારી મરજી છે કરીશ જે પણ હશે ઇચ્છા,

મેં કહ્યુ કરીદો પરીવર્તન કરુણાનીધી કહેડાવવામા,

તે બોલ્યા જો ન દયા હોત તો ક્યાથી હોત આ જગમા,

મેં કહ્યુ તો પછી તકલીફ શું છે તારા દર્શન આપવામા…

નીશીત જોશી

પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે તમે છો સૌથી સુંદર

કર્યુ છે ઘણુ કામ

પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે છે હસ્તરેખાઓ બહુ સારી

છે લખેલા ઘણા લાભ

પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે પ્રેમ છે તમારો સારો

છે તેના જ ગુણગાન

પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

નીશીત જોશી

સંમ્બન્ધ

આવે છે અહિં બનાવે છે સંમ્બન્ધ,

બનાવી વિકસાવે છે સંમ્બન્ધ,

નથી જાણતા કોઇને અહિં,

પણ કહે પોતાના આ છે સમ્બન્ધ,

કરે છે એમા પણ રમત ,

જરુરત પડ્યે જ અજમાવે છે સંમ્બન્ધ,

ન હતા રાખવા, ન હતા સંભાળવા ,

પછી કેમ વધારો છો સંમ્બન્ધ,

સંમ્બન્ધ છે જીણા તાંતણા માફક,

ખેંચો નહી વધારે તુટી જશે આ સંમ્બન્ધ.

‘નીશીત જોશી’

મહેફિલ

1507565877

મહેફિલ તારી સજાવીયે અમે

નામની ગઝલો ગણગણાવીયે અમે

લઈને અમારા સરંનજામ ઓ નિશિત્

સુંદર સંગીત સંભળાવીયે અમે

ઉઠી ન જતા એ મહેફિલ પુરી થયે

તમારા માટે તો જીવન જીવીયે અમે

‘નીશીત જોશી’

આવે જો વિતેલી ક્ષણો પાછી

માગીએ …..પણ વીતેલી ક્ષણો આવતી નથી પાછી

આપી પણ દેશે આપનાર તો કાઢીશુ જીદંગી એવીજ પાછી

કરીશુ વાદાખોદ હર સમય જેમ કરતા હતા

ઝગડીશુ પોતાઓ સાથે અને વિનવીશુ લઈલે આ ક્ષણો પાછી

બચપણ આપે પાછુ રમવાની આવતી મઝા

ભણવાનુ નામ પડ્યે કહી પડીશુ લઈલે આ ક્ષણો પાછી

વીતેલી ક્ષણોથી શીખાય છે ઘણુ બધુ જીવનમા

ઇતિહાસ રચવો હોય તો ન માગો આ ક્ષણો પાછી

વીતેલી ક્ષણોની યાદ છે તો નિશિત જીવાય છે જીદંગી

આવશે એ ક્ષણો તો ભુતકાળ બની રહશે જીદંગી પાછી


‘ નીશીત જોશી ‘

મારાથી પરદો કેમ ?

1335BeautifulKrishna

મારા મનમા રહેવાવાળા મારાથી પરદો કેમ ?

એટલુ મને કહી દે મારાથી અલગાવ કેમ ?

એ પણ સાંભળ્યુ છે પ્રિય તુ છે દયાનો સાગર,

લાખોને તે તાર્યા મારાથી જવાબ કેમ ?

મારા દોષો છે ઘણા એ પણ તો મેં માન્યુ,

બીજાઓથી કઈ ન પુછ્યુ મારાથી હિસાબ કેમ ?

તે જેને અપનાવ્યા કર્યા તેને પુરા,

તેમના નસીબ સારા મારા ખરાબ કેમ ?

આત્મા-દરીયા અંદર કંઈક તો કમાલ છે તારો,

મોટો દરીયો છે તુ પછી આ પરપોટા કેમ ?

ઘણાએ પાસે રાખ્યા પણ ઘણાને તે રાખ્યા,

સમદર્શી નામ તારુ એવો ખીતાબ કેમ ?

‘નીશીત જોશી’