સૌ મિત્રો ને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા….

14117919_1049932831742605_821019435974385821_n

સૌ મિત્રો ને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા….
જય શ્રી કૃષ્ણ….

વરસો આજ વરસાદ બની,
કાન્હાનો જન્મદિન છે વળી,

ખાવ ખવડાવો મિસરી હજી,
કાન્હાનો જન્મદિન છે વળી,

રમો રાસ આનંદવિભોર થઇ,
કાન્હાનો જન્મદિન છે વળી,

સર્વસ્વ ગોકુળમથુરા સમજી,
કાન્હાનો જન્મદિન છે વળી,

મનડાને વનરાવન બનવી,
કાન્હાનો જન્મદિન છે વળી,

તરબોળ થઇ પ્રેમ સૌને વહેંચી,
કાન્હાનો જન્મદિન છે વળી,

લાલાનો કરો જય ઘોષ વળી,
કાન્હાનો જન્મદિન છે વળી.

નીશીત જોશી

Advertisements

કેવાકેવા અનુભવો થાય છે

11896067_851946468207910_7609140481649984410_n
જુઓ તો ખરા,કેવાકેવા અનુભવો થાય છે,
અચંબો પમાડે એવા જ પ્રસંગો સર્જાય છે,

જોઈ સ્ત્રી,આંખો એની થાય છે ચકળવકળ,
મંચેથી, બ્રહ્મચર્યના ભાષણો પીરસાય છે,

કરે અંધારે, શાસ્ત્રવિરોધી કામ છુપાઈને,
આખરે તેમના પાપ,છાપે ચઢી વંચાય છે,

ધર્મની બીક બતાવી,ધીકતો ધંધો કરે છે,
રાજકારણથી,ત્યાં ક્યાં પાછળ રહેવાય છે,

સાવધાન રહો, આવા દંભીઓ થી તમેં,
ભોપાળું બ્હાર આવતા, ક્યાં વાર થાય છે.

નીશીત જોશી 18.08.15

15 th August

15-august-1
जय हो ,जय हो यह भारत की आज़ादी,
कितनो की शहादत से हमें मिली आज़ादी,
नमन उन वीरो को,नमन उन शहीदो को,
जिनके देशप्रेम से हमे मिल के रही आज़ादी !!

आज़ादी के पर्व को मनाया है मनाते रहेंगे,
क्या हम इस को ही आज स्वतंत्रता कहेंगे,
भूखे पेट देश में आज भी लोग सो जाते है,
ताउम्र क्या गरीब ही यहाँ अमीरो को सहेंगे !!

निकलता है इंसान रोजीरोटी कमाने को,
पता नहीं सठीक पहुंच पायेगा ठिकाने को,
आतंकवाद,बलात्कार,भ्रष्टाचार है बेपाहाँ,
क्या इस को कहेंगे आज़ादी जमाने को !!

बेटीओ को माँ की कोख में मारा जाता है,
पढ़ाई नहीं अन्य कामो में डाला जाता है,
सुविधा नहीं सौचालय की विद्यामंदिर में,
क्या इस को ही आज़ादी जाना जाता है !!

जिसे रक्षक कहो वही भक्षक बना बैठा है,
जिसे चुना नेता वह नाग तक्षक बना बैठा है,
कुर्शी के वास्ते एक दूसरे को पछाड़ते रहे है,
और देश की आज़ादी का रक्षक बना बैठा है !!

लालबत्ती पर बच्चे मिल जाएंगे तिरंगा बेचते,
दूसरे ही दिन मिलेगा तिरंगा बच्चो से खेलते,
क्या यही सन्मान है देश के तिरंगे का कहिये,
कितने दिन हम रहेंगे यही सब खामोश जेलते !!

कदर करो वीर जवानो की देश के मरम की,
कदर करो इस महान देश की हर धरम की,
सही मायनो में तभी होगी हमारी आज़ादी,
जिस दिन समझ आएगी अपने करम की !!

यह देश महान था महान है और महान रहेगा,
हमारा भारत देश रहेगा जब तक जहान रहेगा,
दिल का दर्द लिखा है लिखते रहेंगे हम भी यहाँ,
आज़ादी के पर्व का हरदम हम पे परवान रहेगा !!
नीशीत जोशी 15.08.15

पाकिस्तान के सभी भाईओ को स्वतंत्रता दिन कि शुभ कामना

पाकिस्तान के सभी भाईओ को स्वतंत्रता दिन कि शुभ कामना !!
कभी तो हम साथ साथ थे,
आज भी हम दिल से साथ है,
पर सियासतदान क्यो सुने,
हथकंडे है कुर्सी बचाने के,
खींची है दरमियाँ दिवार भी,
रोक न पायेंगे प्यार करने से,
आतंकी आग दोनो तरफ है,
फिर दोष क्यो एकदुसरे पे,
हम है एक ही मिट्टी के,तो,
परहेज़ क्यो दोस्त कहने से !!
नीशीत जोशी 14.08.15

શ્વાન સ્વભાવે ભસશે હવે

11714288_10205812062214169_1985341589_n
બારણું બંધ કરશે હવે,
ક્યારે તે ઉઘડશે હવે,
યાદ છે આગલું પાછલું,
ક્રોધથી એ ત્રાટકશે હવે,
કેમ ન માન્યો મનાવ્યે,
માન ખુદનું ઘટશે હવે,
વીજળી જેમ ચમકશે,
હથ્થે જો કો’ ચડશે હવે,
પાલતું છે, ઘરમાં રહે,
શ્વાન સ્વભાવે ભસશે હવે.
નીશીત જોશી 12.07.15

મજા ઓર છે

11234913_825894037479820_1713996004160883063_n
પોતાની કમાઇએ, પ્રેમમાં જીવાડવાની મજા ઓર છે,
પોતાની કમાઇએ, જાતને સુધારવાની મજા ઓર છે,
મકાન હો કે ફ્લેટ, તેમાં રહેવુ તો ગમે છે હર કોઇને,
પોતાની કમાઇએ, મકાન ચણાવવાની મજા ઓર છે,
ગાડી તો હોય છે, ને ચલાવતા પણ હોય છે ઘણા બધા,
પોતાની લીઘેલી એ ગાડી, હંકારવાની મજા ઓર છે,
શાને કરીએ ફિકર, બીજાના બાળકોના નીશાળની,
પોતાની કમાઇએ, છે તેમા ભણાવવાની મજા ઓર છે,
જોઇ બીજાના ઘરની સજાવટ, કરીયે ઇર્ષા શા માટે,
પોતાની કમાઇએ, ઘરને સજાવવાની મજા ઓર છે,
પામતા તો હર કોઇ હોય છે, આનંદ પોત-પોતાનો,
પોતાની કમાઇએ, પામી ને પમાડવાની મજા ઓર છે.
નીશીત જોશી 20.06.15