નથી હોતી


વ્હાલા જે હોય તેને કહેવાની જરૂરત નથી હોતી,
દિલમા વસાવ્યા હોય તેને એકલતા નથી હોતી,

ના સમજતા ક્યારેય એકલા પોતાને દુનીયામા,
ચાલનારને પથ લંબાય તેની પરવા નથી હોતી,

રહેતા હોય છે જે હસતા અને હસાવતા જીવનમા,
મળેલા જીવનમા તેમને કોઇ નીરસતા નથી હોતી,

પ્રેમને જ પ્રસરાવો માની લે જે પોતાનુ જીવનસુત્ર,
આવતી ભલે હોય તેમને વિરહ વેદના નથી હોતી,

શમા તો બાંધે છે એક મહેફિલ રોજાના સંધ્યા વેળા,
કદર કરી ન છુટનાર માટેની એ મહેફિલ નથી હોતી,

માની લીધુ નહી આવડતી હોય કોઇ અલંકારીગઝલ,
હર લખનાર પાસે ‘ગાલીબ’ જેવી કલમ નથી હોતી .

નીશીત જોશી

લખતો થઈ ગયો


ઘણુ છે કામ પણ નવરો થઈ ગયો,
અહીં લોકો કહે છે બાવરો થઈ ગયો,

કેમ સમજાવવુ મારે આ દુનીયાને,
યાદમા તેની હું મતવાલો થઈ ગયો,

પ્રેમમા તો માણસો શું નુ શું થાય છે,
હું એક ઝલક પામવા ધેલો થઈ ગયો,

ફુલો પણ મહેકી ઉઠે છે પ્રેમના નામથી,
ઝાકળની જેમ હુ તો ખોવાતો થઈ ગયો,

લહેરો આવે છે કિનારે મિલનના માટે,
કિનારે, કિનારે, હુ તો ફંટાતો થઈ ગયો,

ચાંદ સીતારા તોડવાની વાતો કરે પ્રેમી,
સમજાયુ નહી મને, હું લખતો થઈ ગયો.

નીશીત જોશી

ભુલી ગયા

શું થયુ હતુ કે બધુ ભુલી ગયા,
કંઇક તો થયુ કે બધુ ભુલી ગયા,

કંઇ પણ ન રાખ્યુ યાદ જુનુ,
મળ્યા’તા બન્ને તે ભુલી ગયા,

નદીની પાળો,દરીયા કીનારો,
આંખોથી વહેતા નીર ભુલી ગયા,

વરસતા વરસાદમાં પલળવુ,
ભીંજાયને ભીજાવવુ ભુલી ગયા,

સાંજ પડ્યે દરવાજે ઉભુ રહેવુ,
રાત્રીના સેવતા સ્વપ્ન ભુલી ગયા,

કરેલા એ પ્રેમ કોલ એકાંતમા,
પ્રેમના બાંધેલા સબંધ ભુલી ગયા,

એવુ તે કઇ કચાસ રહી પ્રેમમાં,
ચાલતો હતો જે સ્વાસ તે ભુલી ગયા.

નીશીત જોશી

સમજનાર કેટલા છે?

મૌન સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાતો સમજનાર કેટલા છે?

કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?

હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
મહી હ્રદય વ્યથા સમજનાર કેટલા છે?

પ્રેમ મહોબ્બતની વાતો કરે તો ઘણી,
ખરા પ્રેમની કિમંત સમજનાર કેટલા છે?

મુખડુ રહે સદા હસતુ બધાની સામે,
હાસ્ય પાછળનુ રુદન સમજનાર કેટલા છે?

નીશીત જોશી

एक अंजान मुसाफिर


दिवानो की बस्ती मे एक अंजान मुसाफिर,
दर दर भटकता रहा एक अंजान मुसाफिर,

ढुंढता था वो राह जो पहोंचे उसकी मंजील,
खुद दिवाना बन बैठा एक अंजान मुसाफिर,

मील बैठा किसी एक नये दिवाने को वोह,
मस्त मलंग बन बैठा एक अंजान मुसाफिर,

पथ्थरमे भी देखा दुसरे दिलवाले दिवानोको,
बस्ती से न रहा अंजान एक अंजान मुसाफिर,

प्रेम ही मंजील समज लीया उसने टहलकर,
प्रेमकी ताकात समज गया एक अंजान मुसाफिर ।

नीशीत जोशी

નીયમો

દિવાની દુનીયાના અદભુત છે નીયમો,
દિવાનો માટે જ બને આ બધા નીયમો,

પ્રેમમા થાય તરબોળ બને એવા દિવાના,
લોકોના પથ્થર ખાય બને એવા દિવાના,
જજબાતની કદર કરતા જાય એવા દિવાના,
સહનશક્તીની પરકાષ્ટાના આ બધા નીયમો…

સુંદર સૈયા લાગે કંટક બને એવા દિવાના,
એ કંટક ને સમજે ફુલસૈયા એવા દિવાના,
અમાસ બને જેને પુર્ણીમા એ એવા દિવાના,
કુદરત પણ નમે બનાવી આ બધા નીયમો…..

નીશીત જોશી

શું માગો છો?


શરીરને છેદીને બતાવવા શું માગો છો?
કરો છો પ્રેમ એ દેખાડીને પ્રેમ માગો છો?
નથી ક્યાંય મળતો આમ બજારમા રજડ્યે,
પ્રેમને આમ નીરાશ્રીત કરી પ્રેમ માગો છો?
ઝખ્મ સહેવા પડે વિરહની વેદના પણ હોય,
હ્રદયને વણજારાની જેમ ફેરવી પ્રેમ માગો છો?
નીશીત જોશી