હજી તો સાંજ થઈ..

રાહ જોતા થાક્યા નથી હજી અમે, હજી તો સાંજ થઈ,
ગાયોને હંકારવી પડશે હવે પાછી, હજી તો સાંજ થઈ,

કાજ બધા કરી લો પુરા તમે,ભલે ને રાત થાય પાછી,
ગોકુળ આખુ ઉઘી જશે જ,આવજો, હજી તો સાંજ થઈ,

જોવાની રાહ તુજની કીનારે, આદત પડી છે જુની આમ,
વાંસળીના સુર વાગશે તુજ આવ્યે, હજી તો સાંજ થઈ…

નીશીત જોશી

Advertisements

चले आना

आये जो मेरी याद मेरे नजदिकमे चले आना,
दुर हु तो क्या हुआ मेरे सपनोमे चले आना,

फिरता रहुगा तेरे ही इर्द-गीर्द साम-सवेरे,
याद हु तेरी कभी भी जी चाहे तब चले आना,

कहते हो तस्वीर बनाके छुपा रखी है दिलमे,
तस्वीर गर धुंधली पडे तो मेरे पास चले आना,

तेरी हर हसरतो को पहचान लिया हाजिर रह,
और भी पुरी करनी हो ख्वाईश तो चले आना,

जानता हु यह भी ख्वाईश तेरी एक रह जायेगी,
होगी पुरी लो, दिदार-ए-सनम करने चले आना |

नीशीत जोशी

…..

नम थी आंखे, एहसासभी न था कम,
फिर वोह आये, और कोइ न था गम,

अहेसान जताते गये, गीनाते गये सब,
लगा ऐसा, सलाखोके पीछे आ गये हम,

उनकी अदायगी भी क्या लाजवाब थी,
सुना गये सब कुछ, थे वोह जो करम….

नीशीत जोशी

एक बार तो आओ

कैसे कहे हम जरा तुम सामने तो आओ,
मेरे लिये नही पर अपने लिये तो आओ,

आदत तो जान ली और भी जान जायेंगे,
दिदार-ए-इश्क करने एक बार तो आओ,

गर बंध हो जाये आंखे हमारी इन्तजारमे,
दर्मीयां की हद जानने के लिये तो आओ,

हाल-ए-दिल अब क्या पुछोगे हमसे तुम,
रोंद के इस दिलको तुम आजमाने तो आओ…..

नीशीत जोशी

આજ નો દિન મારા માટે ખાસ છે


આજ નો દિન મારા માટે ખાસ છે,
આજે મને મળેલુ તે બહુ ખાસ છે,

કોણ મળ્યુ શું મળ્યુ જરા વિચારશો,
જે મળેલુ તે સંગ મુજ ખાસ છે,

હા, થયો છે ઘણો સમય પસાર,
નથી વિસર્યો આજે પણ જે ખાસ છે,

મળ્યા પહેલા પણ હતી તાલાવેલી,
મળ્યા બાદ બની બેઠી એ ખાસ છે,

ભલે ને હોય આજે ચાર આંખ,
એ બે આંખ આજે પણ તો ખાસ છે,

કાળા કેસુઓ આજે થોડા થયા સફેદ,
કેસુઓની કાળી ઘટા આજે પણ ખાસ છે,

કહી શકો તો કહેજો મુજને મારા મિત્રો,
મળી હતી એ જે આજે મુજ ખાસ છે,

એ દિને પણ દેવઉઠી અગીયારસ હતી,
આજે પણ મુજ કાજ તુલસીવિવાહ ખાસ છે.

નીશીત જોશી 17.11.10

યાદ કરો

કરનાર જે છે તેને યાદ કરો,
ભરનાર જે છે તેને યાદ કરો,

બની જશે એ છેલ્લી ફુંક જ્યારે,
એ પહેલા આપનારને યાદ કરો,

શ્રધ્ધા પર ન કરો કોઇ રોસ,
મંદીરમા પુજાવનાર યાદ કરો,

વેચનાર વેચે સર્વ દુકાનમા,
કળાના કદરદાનને યાદ કરો,

આપે તે લઈ લો ભલે હો વાહવાહી,
હ્રદયમાનો પ્રેમ ટોપલો યાદ કરો…

નીશીત જોશી

ઇશ્વર પણ મળે છે

સમય સમય નુ કામ કરે છે,
નદી પણ સાગર ને મળે છે,

ચાંદ તરસે છે ચાંદની માટે,
ચાંદની ફક્ત ચાંદને મળે છે,

શીખી લેવુ એ છે જીદંગી,
સાચી શીખ શીખનારને મળે છે,

હસનાર હસતા જ રહે અહિં,
પ્રેમ કરનારને પ્રેમ જ મળે છે,

કોશીશ કરતી રહેવી છે ફરજ ,
મરજીવાઓ ને જ મોતી મળે છે,

સંસારમા રહે છે સંસારી પણ,
શોધનારને ઇશ્વર પણ મળે છે…

નીશીત જોશી