આવી ગયા

આવી ગયા સાત સમંદર પારથી, કુશળતા તો જણાવો,
તરસ્યા રહ્યા અમે રણમા, જરા મૃગજળ ને તો જણાવો,

પનઘટ પણ થયેલુ સુનુ, વાંસળી બંધ થઈ વાગતી,
ક્યારે ભરવા આવશો ગાગર, તટ જમુનાને તો જણાવો,

વાંધો નહી , વહેલુ મોડુ થયે રાખે, ગોકુળના કામમા,
ગલીઓ થઈ સુની, પગ માંડશો ક્યારે માટીને તો જણાવો,

રગડોળાઇ જશુ તે રાહ પર, જ્યાંથી થયા હશો પસાર,
મહોબ્બત થઈ ગઈ છે, એ વાત વ્યાકુળ હ્રદયને તો જણાવો,

આવ્યા ‘ને મૌસમ ખીલી ઉઠી આ ઉપવનમા હવે તો,
એ કળીઓને બની ને ફુલ, આ બાગમા મહેકવાને તો જણાવો…..

નીશીત જોશી

Advertisements

पहोच गये हम

अब तेरीही गली पहोच गये हम,
अब दिलकी हेली पहोच गये हम,

जो भी हो अरमान दिलके तेरे,
दिल ले पुरा खाली पहोच गये हम,

किस्मतको छोड दिया तेरे हवाले,
एक ले नयी कहानी पहोच गये हम,

मुह मोडना एक अदा थी प्यारकी,
प्रेमकी ले एक हसी पहोच गये हम,

खता ना कहो अपने प्यारको प्यारे,
ले महोब्बतकी जोली पहोच गये हम,

बागो के फुल भी ना मुरजायेंगे अब,
ऐसी ले प्यारकी डाली पहोंच गये हम,

न जरुरत रहेगी अब आवाज देनेकी,
बनके तेराही खयाली पहोच गये हम…….

नीशीत जोशी

ક્યાં ચાલ્યા તમે

વાત અધુરી રાખી ને ક્યાં ચાલ્યા તમે,
કાનમા કહી નાખી ને ક્યાં ચાલ્યા તમે,

રહી ગયા અભરખા મનના બધા જ,
દિલને તીર દાગી ને ક્યાં ચાલ્યા તમે,

વાર્તાના સહભાગી હતા તમે પણ તો,
વાર્તા અધુરી મુકી ને ક્યાં ચાલ્યા તમે,

નહી માને કોઇ આ દિલની વાત પણ,
મંદ મંદ મુશ્કરાઇ ને ક્યાં ચાલ્યા તમે,

વાંક કોનો હતો કેમ કહેવાય એ પ્રેમમા,
જોબનીયુ પડતુ મુકી ને ક્યાં ચાલ્યા તમે,

આવો તો ખરા, અમીદ્રષ્ટી કરો તો જરા,
પછી એ નહી પુછીએ કે ક્યાં ચાલ્યા તમે…..

નીશીત જોશી

શું શું થયેલુ ?

તુજ સંગ સબંધ બાંધ્યો ત્યારે શું શું થયેલુ ?
લાગણીઓ પ્રસરી હતી ત્યારે શું શું થયેલુ ?

જવાબ આપજે તુ મને એ બધી વાતોનો,
સ્વાસેસ્વાસે નામ આવ્યુ ત્યારે શું શું થયેલુ ?

નીશીત જોશી

जरुरी नही

जरुरी नही तुमसे आज बात हो….
सारा जीवन तो संग ही बीताना है,

जरुरी नही हम रास्ता भुल जाये….
हर रास्ता तो तुम्हे ही बताना है,

जरुरी नही हम जलते रहे यहां…..
जला चिराग तो तुम्हे ही बुजाना है,

जरुरी नही हम रुठ जाये तुमसे….
रुठेको तुम्हे ही तो फुसलाना है,

जरुरी नही हम आये तेरे द्वार…..
तेरे द्वारपे तो तुम्हे ही बुलाना है ।

नीशीत जोशी

એક મુલાકાત

આજે એક મુલાકાત થઈ ગઇ,
રાહમા સંગ ગુફ્તગુ થઈ ગઇ,

સાંભળ્યુ હતુ ઘણુ તેના વિષયે,
શબ્દોપરની પરીભાષા થઈ ગઇ,

અંધારે બેઠા હો જ્યારે એકાંતમા,
યાદોની તે સહસંગાથ થઈ ગઇ,

આંખો સાથે જાણે જુગજુગનો સાથ,
એવીતો એની સંગ મિત્રતા થઈ ગઇ,

નામ પણ સૌનુ જગજાણીતુ તેનુ,
તે ‘ગમ’ના નામની ચર્ચા થઈ ગઇ….

નીશીત જોશી

ભુલી ગયા આપ

ભુલી ગયા આપ, આપેલા જે કોલ હતા,
ખોવાયેલા આજે છીએ ત્યારે પણ તો હતા,

કદાચીત હાથની રેખાઓ બદલાય ગઈ,
નહિતર આ ઝીર્ણરેખાઓમા આપ તો હતા,

હોઠ બંધ હોય તેને મૌન નુ નામ આપ્યુ,
બાકી હ્રદયથી બોલેલા એ સંવાદો તો હતા,

કોણે કાન ભંભેર્યા જે દરકાર નથી હવે,
કર્યા હતા જે કોલ અમને તે યાદ તો હતા,

સજાવ્યાતા ફુલો સૈજ ઉપર સુંદરતાથી,
સજાવેલા ફુલો અમારી કબર પણ તો હતા,

બોલાવતા રહ્યા ત્યારે ન આવ્યા આપ,
રડવાના બહાને મૈયતમા આવ્યા તો હતા…….

નીશીત જોશી