શુ ભરવા પડશે પાનાઓ ???

હશે કંઇક એવી તો વ્યથા કે ઢીલ થઈ લખવામા,
લખી નાખ્યુ જેવુ તેવુ બસ આપને મનાવવામા,

માની બેઠા ઔપચારિકતા લખેલુ ફક્ત વાંચીને,
કેમ કરો છો ભુલ આ મુજ હ્રદયને ઓળખવામા,

બાંધ્યા હતા આપ સંગ સંબધો પોતાના સમજી,
ઋણાનાબંધન ન વેડફતા આમ સુર સજાવવામા,

ઉડતા રહેલા ઉંચે આભે હ્રદયે બાંધીને આપને,
ન રહ્યો કોઇ મંડળોનો ભય આપ સંગ વિહરવામા,

નથી કરતા કોઇ પ્રયાસ કોઇને પ્રભાવિત કરવા,
શબ્દો જ વણાય જાય છે કોઇને નારાજ કરવામા,

પ્રેમમા નથી રહેતો કોઇ મોલ ક્યારેક શબ્દોનો ,
પ્રેમ તો બરકરાર છે એ બે લીટીના લખવામા,

ખરો પ્રેમ નથી થતો બોજીલ કોઇ પર ક્યારેય,
શુ શબ્દોથી જ ભરવા પડશે પાનાઓ મનાવવામા?

નીશીત જોશી

Advertisements

2 comments on “શુ ભરવા પડશે પાનાઓ ???

  1. Ramesh Patel કહે છે:

    નથી કરતા કોઇ પ્રયાસ કોઇને પ્રભાવિત કરવા,
    શબ્દો જ વણાય જાય છે કોઇને નારાજ કરવામા,
    very nice and true expression for love.
    Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s