કહે છે….


પ્રેમ કરનારાઓ જ જાણે છે તેની હાલત શું થઈ છે?
દુનીયાવાળા તેઓને અમસ્તા પાગલ થોડી કહે છે……

કહેનાર તો ઘણુ બધુ સંભળાવે છે જગમા,
તેઓ જ પાછા પાછળ કતારમા ઊભા રહેવા કહે છે…..

પી લીધા પ્યાલા તેના નામના મયખાનામા,
વીનવે છે શાકી ને તેઓ જ ‘એક ઔર’ આપવા કહે છે…..

નથી ઉતરતો તે શરાબનો નશો પીધા બાદ,
જોઇ બધા બીજુ તો ઠીક એ શરાબ છોડવા કહે છે……

આ તો પ્રેમ છે અમારો વ્હાલા પ્રીતમ સાથેનો,
જેને દુનીયા બંસીધર ચંચળ ચીતચોર મોહન કહે છે….

નીશીત જોશી

Advertisements

તો મુજનુ શુ થશે?

જો છુટશે તુજના સ્વાસ તો મુજનુ શુ થશે?
જો ખુટશે તુજના સ્વાસ તો મુજનુ શુ થશે?

નહી જીરવી શકીએ એ વિરહ ની રાત,
સતાવશે અમાસની રાત તો મુજનુ શુ થશે?

વરસીયે રુધીર બની આ નયનોથી ,
અંધાપો કરશે દુર આપને તો મુજનુ શુ થશે?

ધબકો છો હર ધબકારમા મુજ હ્રદય,
એ દિલ બનશે પથ્થર તો મુજનુ શુ થશે?

ન કરો આવા રુદન અમસંગ નિશીત,
હાસ્ય જતુ રહશે જીવનથી તો મુજનુ શુ થશે?

આપ્યો છે સહારો દેખાડ્યો પથ જીવવાનો,
આમ પથદર્શક રીસાઇ જશે તો મુજનુ શુ થશે?

નિશીત જોશી

આવશે ક્યારેક


પહેલીવાર મળ્યા તેને રોજ મળતા થયા,
રુબરુ ભલે નહી તો સપને મળતા થયા,

આગ તો લાગેલી બન્ને તરફ એકસરખી,
જમાનાના એ રિવાજો જોઇ ડરતા થયા,

મહેફિલની રોનક ઝાકમઝાળ હતી ત્યાં,
જલતી શમાએ પરવાના બળતા થયા,

ખીલતા ફુલોને જોઇ રહેલા આનંદથી,
આવી પાનખર અને ફુલો ખરતા થયા,

લગાડ્યો મલમ એટલા પ્રેમથી તેણે,
જુના થયેલા ઘાવો પણ રુઝાતા થયા,

આવશે ક્યારેક તોડી ડર આ જમાનાનો,
દરવાજે બેસી પથ તેમનો ભાળતા થયા.

નિશીત જોશી

તલપ લાગી છે


લાગે છે એકલુ પણ મળો છો ક્યાં તમે?
તરસે છે હૈયુ પણ વસો છો ક્યાં તમે?

લોકોની ભીડમા ભુલો પડ્યો છુ આજ,
હાથ ઝાલી રાહ સુજાડો છો ક્યાં તમે?

બુમો પાડી મોઢુ પણ થાકી ગયુ છે હવે,
સાદ મુજનો કાન ધરો છો ક્યાં તમે?

બંધ આંખે ફક્ત આવે સપના તુજના,
મળી કરવા વાતો આવો છો ક્યાં તમે?

માન્યુ કે કણકણમા છો વસેલા આપ,
આપી ઉત્તર,આપો છો પ્રમાણ ક્યાં તમે?

ખબર છે, આપશો પ્રમાણ રોજીંદા ક્રમ થકી,
શું આ રીતે જ મુજને ફોસલાવતા રહેશો તમે?

તલપ લાગી છે હવે મીલાપની પામવા ચરણરજ,
આપી હવે દર્શન આ દાસ પર કરો ઉપકાર તમે.

નિશીત જોશી

વરસાદમા


આપે છે સમ તેઓ કે ભીજવ આ વરસાદમા,
ભીંજાયા પુરા પણ રહ્યા કોરા આ વરસાદમા,

નજરો એ કર્યા કમાલ કરીને ઘણી ધમાલ,
નયનોને ખુબ ખુબ રમાડ્યા આ વરસાદમા,

હસતા રહ્યા હસાવતા રહ્યા તેને ભુલી બધુ,
ઘાવોને પણ ભુલતા રહ્યા આ વરસાદમા,

તેને ન પડે કોઇ ખબર આંખોના નીરની,
સહી ને દર્દ પલળતા રહ્યા આ વરસાદમા,

ખરૂ પુછો તો ગમે છે ચાલવુ આ વરસાદમા,
નહી પકડી શકે કોઇ રડતા આ વરસાદમા .

નિશીત જોશી

विधीका विधान


जब जब हमने किसी और की मुरत देखी,
तब तब उसी मुरतमे तेरी ही सुरत देखी,

महोब्बत करनी तो थी बहोतो से मगर,
हाथमें हमारे प्यार की एक ही लकीर देखी,

उस लकीर के सहारे नीकल पडे थे राह,
उस राह मे मैने बस तेरी ही जलक देखी,

विधीका विधान भी देखो कैसा है यह,
सामने थे तुम मैने दुसरोकी तस्वीर देखी,

न करना तुम रंजीस देख के यह खेल,
हमने तुजमे ही अपने प्यारकी मुरत देखी,

निभाना लिखा होगा निभा दिया दस्तुर,
दरमीया हमारे हमने दुनीयाकी फितरत देखी,

पथ चाहे जो भी हो नदीका यहभी है विधान,
नदी को आखीरकार समुदरसे मीलती देखी।

निशीत जोशी

આપોઆપ

યાદ આવતા તુજની રંગ છે પુરાય આપોઆપ,
અને વરસે છે વરસાદ આંખોથી આપોઆપ,

અભિલાષા તો છે ચમકવાની, આદત પણ,
ચમકાર જોયેથી બંધ થાય છે આંખો આપોઆપ,

ધરતી ને લેવા પ્રેમથી બાહુપાશમા,
બની વાદળ એ આભ વરસે છે આપોઆપ,

જાણે છે બહુ જ કઠણ રાહ આ પ્રેમની,
પણ પહેલી જ નજરે થાય છે પ્રેમ આપોઆપ,

કર્યો પ્રેમ, થયો પ્રેમ, નથી ભુલાતો હવે,
થયો બીમાર આ અસહ્ય રોગથી આપોઆપ .

નિશીત જોશી