તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે


મુજને મારા માલીક આપ્યુ ઘણુ બધુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

ન મળત જો સહાય આપેલી તુજની,
તો શું હોત દુનીયામા ઔકાત મુજની,
આ બંદો તુજને આસરે જ જીવ્યો છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

આ જાયદાદ આપી છે ને ઔલાદ આપ્યા છે,
મુસીબતના ટાંણે હર સહાય પણ આપી છે,
આપેલુ તુજનુ બધુ અમે ખાધુ પીધુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

મારો જ નહી તુ સૌનો છે દાતા,
સૌને બધુ જ આપતા અપાવતા,
ખાલી હતી જે ઝોળી તે જ ભરી છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

મુજનુ ભુલી જવુ તુજનુ ન ભુલાવવુ,
તારી મહેરબાનીઓને શું શું કહેવડાવુ,
તુજના આ પ્રેમે જ કર્યો મુજને પાગલ છે,
તુજનો ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

તારી પ્રાર્થના થકી હું અહિયા છુ માલીક,
તારી મહેરબાની થકી જીવતો છુ માલીક,
આ બંદો તુજ સહારે જ જીવ્યો છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

જમાનાની મહેરબાની મુજને આપી છે,
મારી મુશ્કેલીઓને તે સરળ કરી છે,
મળ્યુ છે જે તુજ દ્વારથી જ મળ્યુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

નીશીત જોશી

Advertisements

One comment on “તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s