તો એ વાંક કોનો હતો?

કેમ કરીને કહેવુ, વાંક કોનો હતો?
પડ્યા ત્યારે તેમા, હાથ કોનો હતો?

હ્રદયે કર્યુ કામ પોતાનુ, મુકી બધુ નેવે,
હ્રદયમા ઉપજાવેલ, એ ઉફાણ કોનો હતો?

ભર વૈશાખે, આવી જતા અગાસીએ મધ્યાને,
મનની ઉર્મીઓ ઠાલવતો, એ ઇજહાર કોનો હતો?

કલમે તો ઉતાર્યુ છે, હ્રદયને કાગળ પર,
યાદ કરો, રૂધીરથી લખેલો, એ કાગળ કોનો હતો?

બેઠા હતા જે નદીની પાળે , સમુદ્રના કિનારે,
વિચારતા જોઇ સંગમને મનમા, એ ઇન્તજાર કોનો હતો?

મેળવી રાખતા મૄગનયનો ને અમ નયનોથી,
વગર કહ્યે કહી દેતા બધુ, એ મૌનસંવાદ કોનો હતો?

વારતાઓ સાંભળી બીજાના વિયોગની બીજા પાસે,
સંભળાવતા, નીકળતો આંખોમાનો, એ અશ્રુ દરિયો કોનો હતો?

કરતા કરતા થયેલો આપણો આ દુનીયાનો અમુલ્ય પ્રેમ,
વાંક એમા ન હતો તારો, ન હતો મારો, તો એ વાંક કોનો હતો?

ની…………શી…………ત………..જો…………શી

Advertisements

તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે


મુજને મારા માલીક આપ્યુ ઘણુ બધુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

ન મળત જો સહાય આપેલી તુજની,
તો શું હોત દુનીયામા ઔકાત મુજની,
આ બંદો તુજને આસરે જ જીવ્યો છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

આ જાયદાદ આપી છે ને ઔલાદ આપ્યા છે,
મુસીબતના ટાંણે હર સહાય પણ આપી છે,
આપેલુ તુજનુ બધુ અમે ખાધુ પીધુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

મારો જ નહી તુ સૌનો છે દાતા,
સૌને બધુ જ આપતા અપાવતા,
ખાલી હતી જે ઝોળી તે જ ભરી છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

મુજનુ ભુલી જવુ તુજનુ ન ભુલાવવુ,
તારી મહેરબાનીઓને શું શું કહેવડાવુ,
તુજના આ પ્રેમે જ કર્યો મુજને પાગલ છે,
તુજનો ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

તારી પ્રાર્થના થકી હું અહિયા છુ માલીક,
તારી મહેરબાની થકી જીવતો છુ માલીક,
આ બંદો તુજ સહારે જ જીવ્યો છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

જમાનાની મહેરબાની મુજને આપી છે,
મારી મુશ્કેલીઓને તે સરળ કરી છે,
મળ્યુ છે જે તુજ દ્વારથી જ મળ્યુ છે,
તુજને ધન્યવાદ છે, આ તારો ઉપકાર છે.

નીશીત જોશી

शुक्रिया जताना उतना आसान नही है

शुक्रिया जताना उतना आसान नही है
हम्हारा घाव अभी तलक भरा नही है

कंधे पे सर था हटा दिया दे के घाव
वजन कंधे से अभी भी कमा नही है

लहराती जुल्फो की एक लट रह गई
लट तो हटी मगर यादेजुनुन जाता नही है

लग गया था दाग कुमकुम का कंधे पर
वह दाग तो गया दिल पे लगा दाग जाता नही है

कह दिया आसानी से शुक्रिया तुमने
कहां से लाये वो नज्म दिल अब गाता नही है

नीशीत जोशी

अकेला खडा था


रोशनी बहोत थी, मगर, घर अंधेरे से भरा था,
कहने को तो लोग बहोत थे, मगर, अकेला खडा था,

अंजान थी राहे, चलना भी तो था अकेला,
पथ भटक गये तो, गुमराही बना खडा था,

ईन्तजार करना न आया, करते भी कैसे?
हरबार एक नया आयाम, पथ दिखाने खडा था,

गर्दिस मे थे मेरे सामने के नजारे,
किनारे एक मुस्तफा मुश्कराते खडा था,

न जानते थे उसकी हसी का कारण,
शायद वह भी अपनी कस्ती लिये खडा था,

अब सुनली है दिलकी आवाज छोड दिमाग,
आसरा बस उसका जिसके लीये खडा था,

भरोसा है पूरा, आयेगा जरुर देरसबेर,
नीद उडा के इसीलीये उसके पथ जागता खडा था ।

नीशीत जोशी

મારો દિવસ ઉગાડી દેજે

બની ને લહેર મારી નાવ ને પાર કરાવી દેજે,

તોફાન પણ જો આવે ગર કિનારો દેખાડી દેજે,

નથી કોઇ ગતાગમ મને નાવ હાંકવાની,

કરી મહેરબાની મુજ પર ચલાવતા શીખાડી દેજે,

જાણુ છુ નથી હું એકલો તુજ માટે આ જગમા,

સુતો છુ હું મુજને હવે ખોલાવી આંખો જગાડી દેજે,

રાતો તો ઘણી જોઇ સપના પણ જોતો રહેલો,

આથમી અમાવસ્યાની રાતો મારો દિવસ ઉગાડી દેજે.

નીશીત જોશી

ન મળી એ શરાબ મને


જીન્દગીભર હું જુમતો રહ્યો, જજુમતો રહ્યો,
ન પીવા મળી તો એ ,મનતૄપ્ત શરાબ મને,

મયખાનામા પડ્યો, ગલીઓમા ફર્યો,
જામ તો મળ્યા ઘણા, ન મળી એ શરાબ મને,

પુછેલુ હર શાકી ને, તેના ઘરનો રસ્તો,
નશામા ભુલ્યો પથ, ન મળી એ શરાબ મને,

ઉતરી ગયો છે નશો, થાકી પણ ગયો છું,
હવે તો કોઇ આવો ,પીવડાવો, એ શરાબ મને,

નહી કોઇ આવે તો, હવે જતો રહીશ ઉંડાણે,
કદાચ, ત્યાં કોઇ આવે શાકી, આપવા એ શરાબ મને,

તલપ લાગી છે પીવાની, હવે મટતી નથી,
લાગે છે ફના કરી દેશે, એ મનતૄપ્ત શરાબ મને.

નિશીત જોશી

હ્રદય

વાયરા તો વાય, બરફ પણ પીગળી જાય,
પણ આ હ્રદય ન વિસરાય તે જોજે,

મૄગજળ જોઇ વિચલીત થાય મન,
પણ આ હ્ર્દયપ્યાસ કેમ તૄપ્ત થાય તે જોજે,

અમુલ્ય છે આપણા બાંધેલા આ સંબધ,
પણ હ્રદય સંબધને હંમેશા ટકાવી રાખે તે જોજે,

આવે જો પથરાળ પથ આપણા પથમા,
પણ હ્રદય ન થાય ઘાયલ ક્યારેય તે જોજે,

કરનાર તો કરવાના વ્યાખ્યા સ્વયમ સંબધની,
પણ સાંભળી હ્રદય વ્યથીત ન થાય તે જોજે.

નિશીત જોશી