એવુ લાગે છે

ઘરવાળીનો ગુસ્સો મને વાવાઝોડુ લાગે છે

ન કરે જો ગુસ્સો તો, મને અજુગતુ લાગે છે

શાંત જો હોય ત્યારે, એવુ લાગે છે

વાવાઝોડા પહેલાની, નીરવ શાંતી લાગે છે

વાસણો પછાડી કરે અવાજ, એવા લાગે છે

વરસાદ પહેલાના, વાદળોનો ગળગળાટ લાગે છે

જો માથે ઢોળે દાળનુ તપેલુ, એવુ લાગે છે

પડ્યો હોય વરસાદ જાણે, એવુ લાગે છે

કરો છો કદાચ ‘નિશિત’ મારો વિચાર એવુ લાગે છે

દરીયો પણ થાય છે શાંત તોફાન પછીએવુ લાગે છે

નીશીત જોશી

Advertisements

જોતા જ રહી ગયા

રોકાઇ શક્યો ન હું જગત જોતા જ રહી ગયા

આ જગ મારો તમાશો જોતા જ રહી ગયા

જાગવાવાળા ઉઠ્યા અને ઉઠીને આગળ નીકળી ગયા

સુવાવાળા મીઠા સપના જોતા જ રહી ગયા

અમે કીનારાનો લઈ સહારો નીકળ્યા તોફાનમા

દુરથી કોઇ કીનારા જોતા જ રહી ગયા

પોતાની રાહ પર એકલા જ ચાલ્યા ચાલતા રહ્યા

શોધવાવાળા સહારો જોતા જ રહી ગયા

વાતો જે સારી લાગી અમે કહીને ચાલતા થયા

કોઇ વાતોના ખુલાસા જોતા જ રહી ગયા

અમે અમારા પ્રેમના સાંધા કર્યા અને સીવી લીધા

કોઇ જગના સાંધાવાંધા જોતા જ રહી ગયા

અમે મંઝિલ મેળવી અને આગળ બનાવી મંઝિલ

કોઇ પોતાના જુના ઘર જોતા જ રહી ગયા

લાવી જીંદગી અમને અમે જીંદગી લઈ ચાલ્યા

જીંદગી આપવાવાળા જોતા જ રહી ગયા

‘નીશીત જોશી

મળી જશે બધુ દુનીયાનુ એક ધનવાનની જેમ.

31521

જાય છે ઘણાની જીદંગી કોઇના વગર નદીની જેમ,
ભુલે છે, કોઇ યાદ કરનાર છે આ દુનીયામા દરીયાની જેમ,
ઉડે છે કોઇ ગગન મા ઉંચે દુર પક્ષીની જેમ,
ભુલે છે, કોઇ જુએ છે રાહ નીચે માળામા જોનારની જેમ,
ભાગે છે ઇન્સાન આ દુનીયામા ગાંડાની જેમ,
ભુલે છે, કંઇ મળશે નહી દોડીને ઘોડાની જેમ,
કરીલો ‘તેને’ યાદ નિશિત એક સાચા ભક્તની જેમ,
ભુલે છે, મળી જશે બધુ દુનીયાનુ એક ધનવાનની જેમ.

‘નીશીત જોશી’

બાંધી છે પ્રીત

Z7z1bf5

તમારે ન બોલાવવાની રાખી છે અનુઠી એવી રીત…..

ક્યાં સુધી આપ વિના રહી શકુ જ્યારે બાંધી છે પ્રીત….

બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત…….

રાહ જોઇશુ આ જીવનભર તમારી અમીનજરોની,

કેમ કરી ભુલીયે આંખોમા વસાવી છે તમારી જ પ્રીત…….

બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત……

આવશો તમે વરસાવીશુ પુષ્પોનો વરસાદ,

કેમ કરી ભુલીયે બાગોમા વસે ભ્રમરોની જ પ્રીત…….

બસ તમારી સાથે અમે તો જ્યારે બાંધી છે પ્રીત……..

નીશીત જોશી


राधारानी की गर्वमेन्ट

यहां गजानंद से मुन्शी, सजानंद से सेनापती, और

शेशानंद से कुली,भुमी भार सीर पे जो उठाते है,

ईन्द्र कोटवाल , यमराज पहरेदार जैसे , और

चित्रगुप्त से सीआइडी , पोस्ट यहां बजाते है,

सुर्य और चन्द्रमा मसाल लीये गगन बीच, और,

ब्रह्मा से वकील वेदो के कानुन बताते है,

और यह श्याम प्रिया विश्वके मेजीस्ट्रेट कृष्णचंद्र ,

राधा गर्वमेन्टकी हाजरी सब बजाते है………….

तेरा दिदार हो जाये

तुजे मन्जुर है परदा, परदा ही सही,

मै जब चाहु जहां चाहु, तेरा दिदार हो जाये,

हे श्याम तेरे हर शय से, मै नजरे मिलाता हू,

न जाने कौन सी शय मै, तेरा दिदार हो जाये,

फना इतना तो हो जाउ, मै तेरी शानेआली मै,

कि जो मुजको देखले, मुजमे तेरा दिदार हो जाये,

ए दिल इतनी कशीश तो हो, अपनी निगाहे शौखमै,

ईधर दिलमे खयाल आये,उधर दिदार हो जाये |