રંગ તમારા

તેને પણ ગમ્યા હશે એ રંગોળીના રંગ તમારા

દેખાડવા ગૌરીને નાથ લઈ ગયા હશે રંગ તમારા

માની લીધુ ચોરી ગયા, આપનાર છે એ જગતના

છે એ રંગોના પણ નાથ શુ કરશે લઈને રંગ તમારા

માની લીધુ ચાલો લઈ ગયા છે તેઓ કોઇ રંગ

રાખજો વિશ્વાષ આપશે પુરા પાડશે બધા રંગ તમારા

નીશીત જોશી

Advertisements

રંગોળી

રંગોળી તમે બનાવશો સરસ ખબર છે અમને
રંગો નો પણ કરશો રણકાર ખબર છે અમને
શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય
તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને

નીશીત જોશી

જો વાંચીને તારૂ લખાણ

જો વાંચીને તારૂ લખાણ , ન ભીંજાય મારી આંખો તો,

માનજે મારી આંખો અતી ભીંજાય સુકાય ગઈ હતી,

ન આપજે કોઇને એવા દોષો, કલમને કે કાગળને,

સ્વપ્ન કરવા સાકાર હકીકત મારી વીસરાય હતી,

ન રહ્યા કોઇ શબ્દો હોઠો ગયા બીડાય હવે તો,

મારી કલમ પણ પેલી વિરહમા જ ઉભી હતી,

ના, ના, ના, છે જ આ જીવનનુ ચિત્ર મારૂ પણ,

સમજણને મારી અણસમજણ માની હતી,

જીવીયે છીએ વાંચીયે છીએ નિશિત આ જીવન પણ,

મઝા લેવાની કળા મારે તુજ પાસે શીખવી હતી.

નીશીત જોશી

આજ પાછી જાગી

આજ પાછી જીવવાની તલપ જાગી

આજ પાછી તને પીવાની તરસ જાગી

આજ પાછી તને જોવાની પ્યાસ જાગી

આજ પાછી તારા સ્મરણોની યાદ જાગી

આજ પાછી ગીતો ગાવાની ઇચ્છા જાગી

આજ પાછી તારા નામની મહેફીલ જાગી

‘નીશીત જોશી’

यह मै जानु या वो जाने.

मोहन से प्रेम लगाया है यह मै जानु या वो जाने,

किस बातसे दिल घबराया है यह मै जानु या वो जाने,

जगकी मुजको परवाह नही , अब तेरे सिवा कोइ चाह नही,

यह सोच के मन हरखाया है यह मै जानु या वो जाने,

में जनम जनम से प्यासा हुं अपने मोहन का दास हुं,

मोहन ने भी अपनाया है यह मै जानु या वो जाने…..