અમે છોડીશુ નહી ધ્યાન તારુ


ચીતચોર છુપાઇશ ક્યાં સુધી તુ,

અમને શાંતી નથી પ્રગટાવ્યા વગર,

અમે છોડીશુ નહી ધ્યાન તારુ,

નહી માનીયે શ્યામ બોલાવ્યા વગર,

છાતીની જ્વાલા ઠરસે નહી,

તને બાહુપાશમા લીધા વગર,

તરસ તૃપ્ત થશે નહી,

ચરણામૃત પી લીધા વગર.


નીશીત જોશી

Advertisements

એકવાર આવી સતાવો મને

છુ હુ એક નાદાન નથી પડતી કોઇ ખબર મને

તો કેમ હજી દર્શન આપી હેરાન કરો મને

માન્યુ કે વાત નથી કરવી મારી સાથે

પણ સ્વપ્નમા તો એકવાર આવી સતાવો મને

નીશીત જોશી

મુક્તક

વિશ્વાશ પર પણ અવિશ્વાશ લાગે છે

માન પણ તો હવે અપમાન લાગે છે

આ હ્રદયવ્યથા કોણ સમજશે ઓ નિશિત

દોસ્તો પણ હવે દુશ્મનોના લિબાસમા લાગે છે

‘નીશીત જોશી’


તકદીર

હોઠોની વાતો આ આંસુ કહે છે,

જે ચુપ રહે છે પણ ઘણા વહે છે,

અને આ આંસુઓ ની તકદીર તો  જુઓ,

એના માટે વહે છે જે આ આંખોમાં રહે છે,

જે નઝરો થી ઓજલ થાય છે,

એ તારા હંમેશા તુટતા રહે છે,

ઘણા લોકો દર્દને કહી નથી સકતા,

બસ ચુપચાપ તુટતા જ રહે છે……

નીશીત જોશી

તારા દર્શન કેમ થતા નથી

તારા દર્શન કેમ થતા નથી,

મારા પર ઉપકાર કેમ થતો નથી,

કહ્યુ હેરાન હુ તોપણ છુ તો તારો,

મારા પર વિશ્વાસ કેમ થતો નથી,

તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત,

આવો એકવાર મોકો કેમ થતો નથી,

લાખો પાપી ને તાર્યા છે તે,

મારો ઉધ્ધાર કેમ થતો નથી,

તારી મહેરબાની ના ચાર શબ્દોથી,

આ દાસ નીશીત હકદાર કેમ થતો નથી…

નીશીત જોશી

તારુ કામ છે

મસ્ત હરક્ષણ રહુ મસ્તી ઉતરે જ નહી,

એવા જામ પિવડાવાનુ તારુ કામ છે,

તુ છે મોહન મારો હુ પ્યારો તારો,

મારી બગડેલુ સુધારવુ તારુ કામ છે,

જેનુ દુનિયા મા કોઇ પોતાનુ ન રહે,

એને પોતાના બનાવવા તારુ કામ છે……

નીશીત જોશી