kar diya

kisi ki chahat ne hame itana majboor kar diya…..
dub ke pyar me hame itana magroor kar diya….

ksimat ka rona kaha hamne us khuda se aisa,
is ek gulaam ko mohabbat ka hujoor kar diya…..

kahani dekhi us paash paash hue aayana ki,
jod tukade hamane unhe mashahoor kar diya…..

na tha mumkin par pyar pe tha aitbaar itana,
milan ki gunjaaish ko hamane dastoor kar diya…..

hakikat kahi par kar nahi sakate ham kuch bhi,
kuch vaakiye ko NEER kah ke tasawoor kar diya….

Nishit Joshi ‘NEER’

THANX FOR WISHES ON BIRTHDAY


आज के दिन को बहार बना दिया,
प्यार दे दिन को तौहार बना दिया,

कुछ न थे हम तो, पडे थे राह पर,
मेरे रास्ते को खुश्बुदार बना दिया,

दुआए असर भी करती है,ये जाना,
नबी के लिये दिदार-ए-यार बना दिया,

आप सभी की दुआ,मोहब्बत ने तो,
कुछ नफरत को भी प्यार बना दिया,

न भुलना मुजे मोहब्बत के दस्तुर में,
आज सभीने नीरको ताबेदार बना दिया ।

नीशीत जोशी ‘नीर’ 21.03.12

કોઇ કીમત નથી


સૂરજ વગર સવાર ની કોઈ કીમત નથી,
લહેરો વગર કિનાર ની કોઈ કીમત નથી,

વિશ્વાસ ઉપર દુનિયા કાયમ હોય તે છતાં,
લખાણ વગર કરાર ની કોઇ કીમત નથી,

ઇશ્વરને પામવાની ઇચ્છા તો હોય ઘણાને,
શ્રદ્ધા વગરની પુકાર ની કોઇ કીમત નથી,

એક આત્મવિશ્વાસે દરિયો પણ તરી જવાય,
આ પાર વગર પેલી પાર ની કીમત નથી,

આ દુનિયા થઇ ગઇ છે એવી તે હોશિયાર,
અહીં ઘાવ વગર વાર ની કોઇ કીમત નથી.

નીશીત જોશી

બેસીને બાદશાહી કરે છે


ખુરશી પર બેસીને બાદશાહી કરે છે,
અને લોકો તેની જ વાહવાહી કરે છે,

ભણતર ના નામે ભલેને હોય અભણ,
લોકો સામે સ્વપોતે બાહોશાહી કરે છે,

અબુધ જનતા ચુંટી અપાવે છે ગાદી,
લોહી ચુસી તેની જ નાદરશાહી કરે છે,

ભ્રષ્ટાચારનો કરે ઓહાપોહ જો જનતા,
ચુપ માટે જુલમ કરી તાનાશાહી કરે છે,

નરાધમો ને નથી કોઇ લાજ રહી બાકી,
ઇશ્વરને પ્રત્યે પણ તે લાપરવાહી કરે છે,

જાગી ને પણ શું કરશે બીચારી જનતા,
બીજા પક્ષે બેસી તે ચાપલુશાહી કરે છે,

વિકલ્પ પણ નહી રાખે પાંચવર્ષ આવ્યે,
અન્ય પક્ષભાઇ સાથે જુગલશાહી કરે છે,

કરી મીજબાની પૈસો ઉડાવે ભોળી પ્રજાનો,
કોણ પોતાના દેશની ભલમનશાહી કરે છે.

નીશીત જોશી

દીકરી તુ છે કાળજાનો કટકો


હવે તુજને નવજીવન જીવવાનુ છે,
તુજ જીવન પોતે જ વસાવવાનુ છે,

પહેલા હતા તુજ બખ્તર ઘણા બધા,
હવે પોતા મેળે પોતે સાંચવવાનુ છે,

રીસાયે આવી જતા મનાવવા તુજને,
હવે રીસાયેલાને તારે મનાવવાનુ છે,

ઇચ્છેલુ ખાધુ, પીધુ, ફરી પણ લીધુ,
હવે બીજાની ઇચ્છાએ જ રહેવાનુ છે,

વ્હાલી હતી અને હરદમ રહીશ યાદે,
વ્હાલી બની ત્યાં મનને જીતવાનુ છે,

આ કુળમા જન્મ લઇને જળહળાવ્યુ,
તારે સાસરાના કુળને દીપાવવાનુ છે,

દીકરી તુ છે કાળજાનો કટકો મુજનો,
તુજ જગ્યાએ કોણ બીજુ સમાવાનુ છે?

નીશીત જોશી 26.12.11

ઘર ના હાંડલાઓ વાતો કરે છે


ઘર ના હાંડલાઓ વાતો કરે છે ઃ

“રાખ્યું હતું મારા માંહી ઘણું ધાન,
હર મહીને બદલાવતા એ ધાન,
તુજનુ ભાળ્યું હતુ એવું જ,
આજે નથી માલિક પાસે રાખવાનું કોઈ ધાન,
રોજ લાવે છે ‘ને રોજ ધાન વાપરે,
આપણો માલિક ગરીબીમાં સબડે છે,
મોંઘવારી અવારનવાર પીઠ થાબડે છે,
જીવતર નો દાટ વાળે છે,
કોને કહે સ્વ-વેદના તે પણ,
મોઘવારી સૌ કોઈની હાલત બગાડે છે,
તેણે જેને ચુટ્યો એ આરામ ફરમાવે છે,
તે પણ ક્યાં કોઇનુ સાંભળે છે,
પોતે તેલ ના ડબ્બાઓ ઢોળે,
ભલે કોઈને ત્યાં દીવો પણ ન જલે,
નખ્ખોદ જાય એવા સેવકનું
જેના થકી આપણો માલિક ઝીણ ઝીણ મરે છે.”

નીશીત જોશી 01.12.11

ભારતનો પાયો


દિવાલો પર ની માટી હવે ખરે છે,
કોણ કહશે ગાંધી નો ચરખો ફરે છે,

અમુલ્ય જ્ઞાન ધરાવનાર પણ ચુપ,
નેતાઓ પોતાના ખીસ્સાઓ ભરે છે,

ગરીબ બીચારો સહે મુંગે મોઢે અહીં,
મોંઘવારીથી ઘણો ગરીબીમાં ગરે છે,

નવીન રીતે પ્રવેશી રહી ગુલામી પ્રથા,
પે’લા લલચાવી ગોરાઓ પૈસો ચરે છે,

શરમ પણ ન રહી આપણા ચુટાંયેલોમાં,
થપ્પડ ખાઇને પણ આનંદથી વીસરે છે,

આતંક સહ્યો,અર્થતંત્ર ને ખળભળાવ્યુ,
ઝીણ ઝીણ ભારતનો પાયો હવે ઝરે છે.

નીશીત જોશી 30.11.11