શીખી રાખી છે એવી રીત

તમે ન બોલાવવાની શીખી રાખી છે એવી રીત,
અમે ન ભૂલાવવાની શીખી રાખી છે એવી રીત,

લાખ કરો કોશિશ પણ નહી હંફાવી શકો મુજને,
અમે ન થાકી જવાની શીખી રાખી છે એવી રીત,

અમીનજરોની અપેક્ષાએ કપાઇ જશે આ જીવન,
હ્ર્દય માં વસાવવાની શીખી રાખી છે એવી રીત

બહુ તો તમે વિરહમાં તડપાવી રડાવશો મુજને,
અમે અશ્રુ વહાવવાની શીખી રાખી છે એવી રીત,

કારણ ન પૂછો અમે તો બાંધી રાખી છે એવી પ્રીત,
અમે દુઃખોમાં હસાવવાની શીખી રાખી છે એવી રીત.

નીશીત જોશી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s