મુજને કંઇક થાય એ પહેલા બચાવી જજો


મુજને કંઇક થાય એ પહેલા બચાવી જજો,
રિસાઇ જઇએ ક્યારેક આવી મનાવી જજો,

યાદ તુજની આવે ‘ને ઉજાગરા પણ થાય,
ઊંઘી જો જાવ સપને આવી સતાવી જજો,

તુજના ભરોસે કૂદી પડેલા છીએ મધદરિયે,
વમળ જો આવે તરવૈયા સમ તરાવી જજો,

હશે ચાહનારા ઘણા તુજના આ જગત માંહી,
મુજને પણ હ્રદયના એક ખૂણે વસાવી જજો,

મળેલા ઘાવ પણ બનતા તો જાય છે નાસૂર,
અમી દ્રષ્ટીથી એ ઘાવે મલમ લગાવી જજો,

ખુદ હસતા રહો છો,આવડત છે હસાવવાની,
રડાય જો જવાય અમથી આવી હસાવી જજો,

વિશ્વાસ પર પણ અવિશ્વાસ ક્યારેક થાય ખરો,
મુજના આંખે પડેલો પરદો આવી હટાવી જજો.

નીશીત જોશી

One comment to મુજને કંઇક થાય એ પહેલા બચાવી જજો

  1. મળેલા ઘાવ પણ બનતા તો જાય છે નાસૂર,
    અમી દ્રષ્ટીથી એ ઘાવે મલમ લગાવી જજો,

    ખુદ હસતા રહો છો,આવડત છે હસાવવાની,
    રડાય જો જવાય અમથી આવી હસાવી જજો,

    ખુબ સુંદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s