
રિસાઇ ગયેલાને રોજ મનાવ તું,
બધાના હ્રદયમાં નાખે પડાવ તું,
પહેલા તો કામણ નયનોથી કરી,
તુજ પ્રેમીને આપે છાના ઘાવ તું,
વિરહમાં જાગે આખી આખી રાતો,
હવે બક્ષ નાદાનો ને ન સતાવ તું,
પ્રેમીઓને આપી તુજ અપાર પ્રેમ,
પરિક્ષા લેવાનો બદલ સ્વભાવ તું,
રાધા હો કે મીરા પ્રેમી બધા સરખા,
હ્રદય માં ન રાખ કોઇ ભેદભાવ તું,
જીવન દરિયામાં અટવાય જો જાય,
પતવાર ઝાલી હંકાર સૌની નાવ તું,
મજધારે ફસાય કોઇ એવા વમળમાં,
હાથ પકડીને બહાર ખેંચી બચાવ તું,
અરજી સાંભળી લેજે સંભાળ પ્રેમીની,
અમ ખરા પ્રેમનો ન લેજે કોઇ દાવ તું.
નીશીત જોશી
અ|મ ખરા પ્રેમનો ન લેજે કોઇ દાવ તું……nice one…..