આયના સામે જવાથી ખસવા લાગે છે,
જુવો આ આયનો પણ રડવા લાગે છે,
જે શરમાઇ જતો સામે ઉભા રહેવાથી,
આજે એ સામેથી ખસો કહેવા લાગે છે,
જોઇ પ્રતિબીંબ ઘમંડ થયેલો હું પોતે છુ,
પાસે જવાથી અજનબી લાગવા લાગે છે,
મંદીરે ઇશ્વર પાસે માગવા પુજે છે લોકો,
ચડાવવા પૈસા ખીસા ફંફોળવા લાગે છે,
હશે, નસીબ બદલાયા કરે સૌના અહીં,
કાળી રાત પછી સવાર પડવા લાગે છે,
આયના સામે જવાથી ખસવા લાગે છે,
જુવો આ આયનો પણ રડવા લાગે છે….
નીશીત જોશી




